તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે કહી 40 લાખની તફડંચી

- text


હળવદની સ્ટેટ બેન્ક નજીક આંગડિયા પેઢીના કર્મચારીને બે ગઠિયા ભેટી ગયા

હળવદ : હળવદ શહેરમાં આજે દિનદહાડે તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહી બે ગઠિયા કળા કરી આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 40 લાખની તફડંચી કરી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. હાલ જિલ્લામાં નાકાબંધી કરી ગાંઠિયાઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે હળવદ શહેરની સ્ટેટ બેન્ક નજીક વાંકાનેરની આંગડિયા પેઢીના કર્મચારી પોતાની ગાડીમાં 40 લાખ જેવી માતબર રકમ લઈને નીકળ્યા હતા ત્યારે બે ગાંઠિયાઓનો ભેટો થઈ જતા રૂપિયા 40 લાખની રકમની તફડંચી થઈ જવા પામી હતી.

શિકારની શોધમાં નીકળેલા ગઠિયાઓએ આંગળીયા પેઢીના કર્મચારીને નિશાન બનાવવા તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહેતા આંગડિયા કર્મચારી નીચે ઉતરી ગાડી ચેક કરતા હતા ત્યારે ગઠિયાઓ થેલો લઈને રફુચક્કર થઈ ગયા હતા.

બીજી તરફ ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને જિલ્લામાં નાકાબંધી કરાવી માતબર રકમ લઈ નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text