મોરબીમાં ગેરકાયદે માસ મટન વેંચતા 70 લોકોને નોટિસ ફટકારતું તંત્ર

- text


ખાટકીવાસ અને મચ્છીપીઠમાં પાલિકા, પશુપાલન વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની સયુંકત કાર્યવાહી બાદ ધડાધડ નોટિસ

મોરબી : મોરબીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાને લઈ કેન્દ્ર રાજ્ય સરકાર અને મેનકા ગાંધી સંચાલિત એનજીઓને લેખિત સ્ફોટક રજુઆત થયાને પગલે આજે સફાળા જાગેલા પાલિકા તંત્ર દ્વારા પશુપાલન વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસને સાથે રાખી ચેકીંગ કરાયા બાદ 70 ધંધાર્થીઓને તાકીદે લાયસન્સ લેવા નોટિસ ફટકારવામાં આવી છે.

વર્ષોથી મોરબીના જુના બસસ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠ અને ગેસ્ટ હાઉસ રોડ ઉપર ખાટકીવાસમાં પશુની કતલ કરી માસ મટનનો ધંધો કરવામાં આવે છે ત્યારે આજે અચાનક જ વહેલી સવારથી ખુદ પાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમની સાથોસાથ ફૂડ એન્ડ ડ્રગ્સ, પશુપાલન વિભાગ તેમજ પોલીસે સયુંકત કાર્યવાહી કરી સપાટો બોલાવતા ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

દરમિયાન મોરબી નગરપાલિકા દ્વારા આજની સયુકત કાર્યવાહી બાદ મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીપીઠના 38 ધંધાર્થીઓ અને ખાટકી વાસના 32 ધંધાર્થીઓ મળી કુલ 70 ધંધાર્થીઓને તાકીદે લાયસન્સ લેવા નોટિસ ફટકારી કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોરબીના એક કાર્યકર દ્વારા મેનકા ગાંધીથી લઈ કેન્દ્ર રાજ્ય સરકારમાં મોરબીમાં ચાલતા ગેરકાયદેસર ભુચડખાનાને લઈ કાર્યવાહીની માંગ કરી છે એવા સમયે જ પાલિકાએ કડક હાથે કામગીરી શરૂ કરતાં નવાજુનીના સંકેતો મળી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text