બાળ વિકાસમાં અંતરાયો સામે ન્યુરો ડેવલોપમેન્ટ થેરાપી હવે મોરબીમાં ઉપલબ્ધ

- text


વરિષ્ઠ અને ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો.સવજી નકુમ મોરબીમાં સેવા આપશે

મોરબી : આજના સમયમાં બાળકોને બોલવામાં તકલીફ, ડાઉન સિન્ડ્રોમ સહિતની તકલીફો જોવા મળે છે ત્યારે ગુજરાતના સૌથી વરિષ્ઠ ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો.સવજી નકુમ બાળવિકાસમાં થતી તકલીફની સારવાર માટે મોરબીમાં ઉપલબ્ધ બન્યા છે.

બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સી.પી.બાળક,ઓટિઝમ,હાઇપર એક્ટિવ,ડાઉન સિન્ડ્રોમ,બોલવામાં તથા સમજવામાં તકલીફ,બીહેવિયર પ્રોબ્લેમ,ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી,ઓક્યુપેશનલ થેરાપી,બીહેવિયર થેરાપી,સ્પીચ થેરાપી,સેન્સરી ઇન્ટરીગ્રેશન,કોગ્નિટિવ થેરાપી વગેરે જેવી સમસ્યાઓની સારવાર આજના સમયમાં ઉપલબ્ધ છે. વરિષ્ઠ ન્યુરો થેરાપીસ્ટ
ડો.સવજી નકુમ મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક,
શિવ કોમ્પ્લેક્ષ,સંતોષ સિલેક્શનની બાજુમાં,કુળદેવી પાનની સામે,સર્કિટ હાઉસ રોડ ખાતે આગામી તા.25ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક સુધી આવા બાળ દર્દીઓને તપાસશે.

આ કેમ્પનો લાભ લેવા એપોઇન્ટમેન્ટ લેવી ફરજીયાત છે.એપોઇન્ટમેન્ટ લેવા માટે ડો.મિત્તલ રૈયાણી મો.79900 29767 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text