માળીયામાં વડીલોને શાલ-મોજાનું વિતરણ કરી શિક્ષિકાએ જન્મદિવસ ઉજવ્યો

- text


માળીયા મી. : નારાણકા ગામના શિક્ષિકા જસવંતીબેને બાળકોને ભણવા ઉપરાંત વૃદ્ધો પ્રત્યે લાગણી દાખવી તેમના પરિવાર સાથે સંગાથ વૃદ્ધાશ્રમ માળીયામાં વૃદ્ધોને ગરમ કપડાંનું વિતરણ કરી તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

નારણકા ગામના શિક્ષિકા જસવંતીબેને તેમના પરિવાર સાથે માળીયામાં આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેમણે તેમના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને ગરમ શાલ, મોજા, વેશલીન અને શિયાળાની સિઝનને લગતી તમામ જરૂરિયાતનો સમાન આપેલ હતો. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમના સ્ટાફની સાથે હાજર રહી વૃદ્ધોની સેવામાં પોતાની જાતને અર્પણ કરી હતી. તેમજ સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે લાગણી બતાવી સ્ટાફને પ્રોત્સાહિત કરી વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. જે બદલ સંગાથ વૃદ્ધાશ્રમનો સ્ટાફ પ્રવીણભાઈ, આશાબેન, સંદીપભાઈ, સોનલબેન તથા ટ્રસ્ટીઓ દ્વારા દાતા જસવંતીબેનનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text