ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત

- text


માળીયાના ભાવપર ગામે વાડી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના

માળીયા : માળીયા તાલુકાના ભાવપર ગામે વાડી વિસ્તારમાં મગફળીના મશીન પાસે ઉભેલા યુવાનને અચાનક ચક્કર આવતા તે મગફળીના મશીનમાં પડી જતા આ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી) તાલુકાના ભાવપર ગામે રહેતા રાજુભાઇ માલાભાઇ મેડા (ઉ.વ ૧૮) નામનો યુવાન ગઈકાલે તા.૨૪ ના રોજ મગફળીના મશીન માથે ઉભો હતો. ત્યારે અચાનક ચક્કર આવતા તે મશીનમા પડી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.બાદમાં યુવાનની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ કરુણ બનાવને પગલે યુવાનના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text