ટ્રેન પસાર થાય અને તાલુકા પંચાયતના કર્મચારીઓનો જીવ પડીકે બંધાય

- text


માળીયા તાલુકા પંચાયત કચેરીના જર્જરિત બિલ્ડીંગમાં ટ્રેન નીકળે અને વારંવાર ખરતા પોપડાથી કર્મચારીઓ અને અરજદારના જીવ ઉપર જોખમ

મોરબી : માળીયા તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોવાથી ભયજનક સ્થિતિમાં સર્જાઈ છે. જેમાં માળીયા તાલુકા પંચાયત કચેરીના જર્જરિત બિલ્ડીંગમાં અવારનવાર પોપડા ખરે છે. ખાસ કરીને અહીંથી ટ્રેન પસાર થવાના સમયે જર્જરિત બિલ્ડીંગનો કાટમાળ ધારાશાયી પડતા કર્મચારીઓ અને અરજદારો પર જીવનું જોખમ ઉભું થયું છે.

માળીયા તાલુકા પંચાયત કચેરીના બિલ્ડીંગ ઘણા સમયથી ખખડી જવાથી આ બિલ્ડીંગની હાલત જોખમી થઈ ગઈ છે. જેમાં આ કચેરી પાસેથી જ્યારે જ્યારે ટ્રેન ધસમસતી પસાર થાય ત્યારે ત્યારે માળીયા તાલુકા પંચાયત કચેરીના ખખડી ગયેલા બિલ્ડીંગમાંથી સ્લેબ ઘસીને નીચે પડે છે. જેમાં બે દિવસ પહેલા જ અહીંથી ટ્રેન પસાર થઈ ત્યારે માળીયા તાલુકા પંચાયત કચેરીના બિલ્ડીંગમાં પોપડા ખરીને નીચે પડ્યા હતા.

માળીયા તાલુકા પંચાયત કચેરી હેઠળ માળીયા તાલુકાના 45 ગામોનો સમાવેશ થાય છે.આથી જુદાજુદા સરકારી કામો માટે આ તમામ ગામોના લોકો માળીયા તાલુકા પંચાયત કચેરીમાં આવે છે. આ બિલ્ડીંગની હાલત નાજુક હોવા છતાં તાલુકા પંચાયત કચેરી ચાલુ રહેતા કર્મચારીઓને સતત જીવના જોખમે કામ કરવું પડે છે અને વારંવાર કાટમાળ ઘસીને નીચે પડતો હોવાથી કર્મચારીઓ અને લોકો જીવનું જોખમ ઉભું થયું છે. આ બાબતે વારંવાર સ્થાનિકથી માંડીને ઉચ્ચકક્ષાએ રજુઆત થઈ છે. તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જ્યારે વર્ષ 2000ની આસપાસ જ આ કચેરી નવી બની હતી. બહુ જૂની કચેરી ન હોવા છતાં જર્જરિત બની ગઈ છે. ખાસ કરીને વર્ષ 2017માં પુર આવતા પાણી ઘુસી જવાથી આ કચેરીને મોટું નુકસાન થયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text