મોરબી પાલીકાના રૂપિયા બે કરોડના સી.સી. રોડના ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી

- text


સોસાયટીના રહેવાસીઓની રસ્તાઓની હાડમારી હવે દુર થશે : મંત્રી બ્રિજેશભાઈ મેરજા
મોરબી : મોરબી નગરપાલીકાની પાંચ સોસાયટીઓના સી.સી.રોડના અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામોનું ખાતમૂહુર્ત  રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સી.સી. રોડ બની જતા રહેવાસીઓની રસ્તાઓની હાડમારી દુર થશે તેમજ સોસાયટીની સુવિધામાં વધારો થશે.
રાજયમંત્રી દ્વારા મોરબી શહેરના આશાપાર્ક સોસાયટી, હરીપાર્ક સોસાયટી, કેદારીયા હનુમાનજીથી ગાયત્રી આશ્રમ રોડ, સાધુ વાસવાણી સોસાયટી તેમજ સુમતિનાથ સોસાયટીઓના રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ જારીયા, નગરપાલીકાના વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલીકાના કાઉન્સિલરો, સ્થાનિક અગ્રણીઓ તેમજ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text