મોરબીની તપોવન શાળામાં ટીચર્સ ટ્રેનીંગ યોજાઈ

- text


મોરબી : મોરબીમાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ દ્વારા ટીચર્સ ટ્રેનીંગ યોજવામાં આવી હતી.
મોરબીમાં તપોવન શાળામાં ગત તારીખ 20/11/2021 ને શનિવારના રોજ ટીચર્સ ટ્રેનીંગનુ આયોજન થયુ હતુ. જેમાં ટ્રેનર તરીકે રાજકોટથી લાઇફ પાઠશાળાના ફાઉન્ડર હીતેષભાઇ ઘાટલીયા દ્વારા તાલીમ પુરી પાડવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના યોગ્ય કૌશલ્યોના ઉપયોગ અંગે શિક્ષકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

- text