માળીયાના નાનીબરાર ગામે વ્હીસ્કીની 30 બોટલો સાથે એક ઝડપાયો

- text


વિદેશી દારૂની હેરાફેરીમાં અન્ય એક શખ્સનું નામ ખુલ્યું
માળીયા : માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે માળીયાના નાનીબરાર ગામે વાડામાંથી ૩૦ વ્હીસ્કીની બોટલો સાથે એક આરોપીને દબોચી લીધો હતો.જ્યારે વિદેશી દારૂની હેરાફેરીમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળીયા (મીં) પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયાના નાનીબરાર ગામમા પ્લોટ રહેતા દેવાભાઇ રાયધનભાઇ કોઠીવારના રહેણાક મકાન સામે આવેલ વાડામા દોરડો.પાડ્યો હતો.પોલીસના દોરડા દરમિયાન વાડામાંથી ભારતીય બનાવટના મેકડોવેલ્સ-૦૧ સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૩૦ કિ.રૂ.૧૧૨૫૦ નો મુદામાલ મળી આવતા પોલીસે આરોપી દેવાભાઇ રાયધનભાઇ કોઠીવારને આ દારૂ સાથે ઝડપી લીધો હતો.જ્યારે આ આરોપીને બીજા આરોપી જલ્પેશભાઇ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખીએ દારૂ વેચવા માટે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text