મોરબીમાં જાહેર સ્થળોએ મહિલાઓ માટે શૌચાલય-યુરીનલ બનવવાની માંગ

- text


કોંગ્રેસ અગ્રણીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી

મોરબી : મોરબી શહેરમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ માટે જાહેર બાથરૂમ કે શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી મોરબીમાં ખરીદી માટે આટે આવતી મહિલાઓ ભારે મુશ્કેલી અનુભવે છે. જો કે અવડા મોટો વિકસતા શહેરમાં મહિલાઓ માટે આવી પ્રાથમિક સુવિધાઓ ન હોવી તે તંત્ર માટે શરમજનક બાબત છે.

- text

મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના ભરચકક વિસ્તાર ગણાતા નગર દરવાજે અગાઉ મહિલાઓ માટે બે બાથરૂમ ઉપલબ્ધ હતા. પરંતુ ક્રમે ક્રમે સાવ નિકળી ગયા છે. ત્યારે મોરબીમાં નહેરૂ ગેઈટ ચોક, ગ્રીન ચોક, સોની બજાર તેમજ અન્ય શાક માર્કેટ જેવા વિસ્તારો કે જયાં હજારો મહિલાઓની રોજિંદી આવન જાવન રહે છે. અગાઉ શાક માર્કેટમાં પણ બાથરૂમની વ્યવસ્થા હતી.પરંતુ આ વ્યવસ્થા પડી ભાંગી છે. શહેરમાં જાહેર સ્થળોએ મહિલાઓ માટે એકપણ શૌચાલય કે યુરીનલ ન હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આથી જે તે વિસ્તારમાં સુલભ શૌચાયલ યોજના હેઠળ આવી વ્યવસ્થા કરાવી મહિલાઓ માટે ઉપયોગી બનવાની માંગ કરી છે. બની શકે તો વહેલાસર નહેરૂ ગેઈટ ચોકમાં સુલભ શૌચાયલ અંતર્ગત આ સુવિધાઓ બનાવવી જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text