સલામત નહીં પણ જોખમી સવારી એસટી અમારી ! ચાલુ બસે માવાની આપ-લે

- text


રાજકોટથી મોરબી આવતી એસટી બસના કર્મચારીઓની કરતબ બાજી કેમેરામાં કેદ

મોરબી : સલામત સવારી એસટી અમારી સૂત્રના આજે મોરબી રાજકોટ હાઇવે ઉપર લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.રાજકોટથી મોરબી આવતી બે એસટી બસોના કર્મચારીઓએ માવાની આપ-લે કરવામાં બસ આગળ પાછળ અને લગોલગ દોડાવી મુસાફરોના જીવ પડીકે બાંધ્યા હતા. આ સમગ્ર ઘટનાને પાછળ આવતા કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કરી વિડીયો વાયરલ કર્યો છે.

રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સલામત સવારી એસટી અમારીના સૂત્રને તરતું મૂક્યું છે પરંતુ બસમાં લખાતા આ સૂત્રનો અમલ કરવાને બદલે મોરબી – રાજકોટ રૂટ પર દોડતી બે બસના ડ્રાઈવરોએ આજે છેદ ઉડાવી દઈ માવાની તલબ બુઝાવવા એક બીજાની બસને ઘડીક લગોલગ તો ઘડીક આગળ પાછળ કરી મુસાફરોની સાથે સાથે હાઇવે ઉપર પસાર થતા અન્ય વાહનો માટે પણ જોખમ સર્જ્યું હતું.

મોરબી રાજકોટ હાઇવે ઉપર મોરબી તરફ જતી બસના ડ્રાઇવરોના આ ખેલને બસની પાછળ આવતા એક કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાઇરલ કર્યો હતો. આ વીડિયોમાં બન્ને બસ ચાલકોની રમતમાં હાઇવે ઉપરથી પસાર થતા એક બાઈક ચાલકને પણ જોખમમાં મુક્યો હોવાનું જણાઈ છે ત્યારે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આ બન્ને બસના ચાલકોને સલામતીના પાઠ ભણાવે તે જરૂરી હોવાનું બસમાં મુસાફરી કરતા મુસાફરો પણ ઈચ્છી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text