મોરબીના ભગુ અને સતીષને દેશી દારૂ આપવા આવેલા સુરેન્દ્રનગરના બે શખ્સો ઝડપાયા

- text


ઢુંવા નજીક વાંકાનેર તાલુકા પોલીસે 800 લીટર દેશીદારૂ સાથે બોલેરો ગાડી પકડી : 4.21 લાખનો મુદામાલ જપ્ત : ચાર આરોપીના નામ ખુલ્યા

મોરબી : મોરબીમાં દેશીદારૂનો જંગી જથ્થો ઠલવાઇ તે પૂર્વે જ વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીક સુરેન્દ્રનગરથી 800 લીટર દેશી દારૂનો જથ્થો લઈને આવતા બે શખ્સોને બોલેરો ગાડી સાથે ઝડપી લીધા હતા અને દારૂનો આ જથ્થો મોરબીના ભગુ અને સતીષને આપવા જતા હોવાની કબૂલાત આપતા આ કેસમાં પોલીસે કુલ 6 ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી 4.21 લાખનો મુદામાલ કબ્જે લીધો છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે ઢુંવા નજીક વોચ ગોઠવી 800 લીટર દેશી દારૂ લઈને સુરેન્દ્રનગરથી આવતી બોલેરો ગાડીને ઝડપી લીધી હતી. બોલેરો ગાડીમાંથી પોલીસે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રદીપભાઇ પ્રવીણભાઇ વાઘરોડીયા અને અમીતભાઇ અશોકભાઇ ઉતેરીયાને પોલીસે ગિરફ્તમાં લઈ પૂછપરછ કરતા દેશીદારૂનો આ જથ્થો ચોટીલાના બળવંતભાઇ જીવણભાઇ સાપરા અને ભરતભાઇ કાઠી નામના ઈસમોએ નજરબાગ મોરબી ખાતે રહેતા ભગુભાઇ અને રફાળેશ્વર ખાતે રહેતા સતીષભાઇને આપવા મોકલ્યા હોવાનું કબુલ્યું હતું.

- text

પોલીસે દેશીદારૂનો જથ્થો ઝડપી પાડવાના આ કિસ્સામાં તમામ છએય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી રૂપિયા 4 લાખની કિંમતની બોલેરો પીકઅપ કાર, 16 હજારનો દારૂ, 5 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સહીત કુલ 4.21 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રદીપભાઇ પ્રવીણભાઇ વાઘરોડીયા અને અમીતભાઇ અશોકભાઇ ઉતેરીયાની અટકાયત કરી બાકીના ચારેય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text