મોટર સાયકલ આઘું લઇ લે કહી યુવાનને લમધારી નાખ્યો

- text


વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં બે ભાઈઓએ ધોકા ઉલાળતા ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં કડબનું ટ્રેકટર લઈને નીકળેલા બે ભાઈઓએ મળી વાડી માલિકનું રસ્તામાં પડેલું બાઈક આઘું લઈ લેવાનું કહી યુવાનના પગમાં ધોકા ફટકારી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં કડબ ભરેલું ટ્રેકટર લઈને નીકળેલા નંદાભાઇ નવઘણભાઇ ભરવાડ અને તેનો ભાઈ ભરતભાઇ નવધણભાઇ ભરવાડ તીથવાના રહેવાસી રીયાજુદીનભાઇ રહીમભાઇ ભોરણીયા ઉ.વ. ૩૦ની વાડી પાસેથી પસાર થતા હતા ત્યારે રીયાજુદીનભાઇનું મોટર સાયકલ રસ્તામાં પડેલું હોવાથી નંદાભાઈ અને તેના ભાઈ ભરતે મોટર સાયકલ આઘું લેવા જણાવતા રિયાઝુદીન ભાઈએ પાંચ મિનિટ ખમવા કહેતા બન્ને ભાઈઓનો પીતો છટક્યો હતો અને લાકડાના ધોકા વડે રિયાઝુદીનભાઈને મારમારતા તેમને ઈજાઓ પહોંચી હતી.

- text

આ બનાવ અંગે પોલીસે રિયાઝુદીનભાઈની ફરિયાદના આધારે આરોપી નંદાભાઇ નવઘણભાઇ ભરવાડ તથા ભરતભાઇ નવધણભાઇ ભરવાડ વિરુદ્ધ આઇપીસી કલમ .૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ ૩૭(૧),૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text