રોંગ સાઈડમાં આવતા કાળમુખા ટ્રકે શ્રમિકનો જીવ લીધો

- text


વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીકનો બનાવ

વાંકાનેર : વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઈક લઈને જઈ રહેલા શ્રમિકને હડફેટે લેતા શ્રમિકનું મોત નિપજ્યુ હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીક મોટર સાઇકલ લઈને જઈ રહેલા દીનેશભાઇ છગનભાઇ ગણાવાને સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રક નંબર જી.જે.૦૭.યુ.યુ.૬૮૬૦ નો ચાલકે બાઇકને હડફેટે લેતા દિનેશભાઇને ડાબા હાથમા તથા ડાબા પગમા ફેક્ચર જેવી ઇજા તથા છાતીમા તથા માથામા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકી નાશી ગયો હતો.

- text

આ અકસ્માત અંગે મૃતકના મોટાભાઈ મનુભાઇ છગનભાઇ ગણાવા, ઉ.વ. ૪૫, રહે.હાલ બીલીયા તા.જી. મોરબી મુળ રહે. રીંગોલ તા. ભાભરા જી.અલીરાજપુર વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૧૯, ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text