ફોનની લેતી દેતીના ઝઘડામાં રાધાબેન અને ગીતાબેનને માર પડ્યો

- text


વાંકાનેરના રાતીદેવડી ગામની ઘટનામાં સામ-સામી ફરિયાદ નોંધાતા છ શખ્સોની અટકાયત

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે ફોનની લેતી-દેતીના ઝઘડામાં સમજાવવા ગયેલા રાધાબેન નામના મહિલા અને તેમના પુત્ર તથા અન્ય સહેદને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે લમધારી નાખતા પોલીસે ફરિયાદ નોંધી ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા હતા. જયારે સામાપક્ષે ગીતાબેન નામના મહિલાએ પણ માર મારવા અંગે ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ સામસામી ફરિયાદ નોંધી કુલ છ આરોપીઓને અટકાયતમાં લીધા છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવડી ગામે રામદેવપીરના મંદિર પાસે રહેતા રાધાબેન જયંતીભાઇ વિકાણીના પુત્ર શાયરને મોબાઈલ ફોનની લેતીદેતી મામલે આરોપી (૧) વિજય અમુભાઇ વિકાણી રહે.રાતીદેવડી તા.વાંકાનેર (૨) અરવિંદભાઇ મનજીભાઇ વિકાણીરહે.રાતીદેવડી તા.વાંકાનેર તથા (૩) પરેશભાઇ ભુરાભાઇ સોલંકી રહે.ગાંધીનગર વાળા સાથે બોલાચાલી થતા રાધાબેન અને સાહેદ રોહિતભાઈ ઝઘડો નહીં કરવા સમજવવા ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ એકસંપ કરી રાધાબેન,તેમના પુત્ર શાયર અને સાહેદ રોહિતને લાકડાના ધોકા વડે માર માર્યો હતો.

- text

સામાપક્ષે ગીતાબેન અમુભાઇ વિકાણી નવી રાતીદેવડી વાળાએ (૧) શાયરભાઇ જયંતિભાઇ વિકાણી (૨) સાગરભાઇ જયંતિભાઇ વિકાણી તથા (૩) રોહિતભાઇ ધારૂભાઇ વિકાણી રહે.બધા રાતીદેવડી વિરુદ્ધ ફોનની લેતી દેતીના ઝઘડામાં લાકડાના ધોકા મુંઢ ઇજા પહોચાડી તથા આ મારામારીમા સાહેદ મણીભાઇને મોઢે તથા શરીરે ઇજાઓ કરી,જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કુલ છ આરોપીઓની ત્વરિત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text