કાલથી ટ્રક હડતાળ સજ્જડ બનશે : મોરબી-વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોશિએશનની બેઠકમાં નિર્ણંય

- text


મહારાષ્ટ્ર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસીએશને પણ ગાડીઓ લોડ નહીં કરવા નિર્ણય કરી ટેકો આપ્યો 

કાલથી હાઇવે ઉપર ચેકીંગ કરી ફૂલ આપી ગાંધીગીરી

મોરબી : ‘જિસકા માલ ઉસકા હમાલ’ સિસ્ટમ મામલે આજે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઓફિસ ખાતે મોરબી અને વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સંયુક્ત મિટિંગ મળી હતી. જેમાં અમુક ટ્રાન્સપોર્ટરો એસોસિએશનના આદેશને અવગણી ગાડીઓ લોડિંગ કરતા હોય તેમને ગંભીર ચેતવણી આપી આવતીકાલથી એકપણ ગાડી નહીં ભરવા નક્કી થયું હતું. ઉપરાંત કાલથી હાઇવે ઉપર ચેકીંગ કરી લોડિંગ ગાડીઓના ચાલકને ફૂલ આપી ગાંધીગીરી કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

આજરોજ મળેલી બેઠકમાં મોરબી અને વાંકાનેર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવતીકાલથી મોરબી જિલ્લાના દરેક રોડ પર ઉભા રહી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે કોઈપણ ટ્રક લોડ કરી જશે તેને ફૂલ આપી ગાંધીચિંધ્યા માર્ગે સમજ આપવામાં આવશે કે આ લડતમાં સાથ સહકાર આપે અને ગાડીઓનું લોડિંગ બંધ રાખે. તેમજ જે ગાડીઓને જે ટ્રાન્સપોર્ટરો દ્વારા ભરાવવામાં આવી હશે તેમને પણ સમજ આપવામાં આવશે કે આ લડતમા સાથ સહકાર આપે.

વધુમાં ગઈકાલે જે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટરો દ્વારા ગાડીઓ લોડિંગમાં મોકલાવેલ તે ટ્રાન્સપોર્ટરોને વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ સદ્દામભાઈ દ્વારા સમજાવી હવેથી લોડિંગ બંધ રાખવા જણાવેલ. જેમાં મહારાષ્ટ્રના બધા ટ્રાન્સપોર્ટરોએ તેમને સાથ સહકાર આપી આજથી મહારાષ્ટ્ર લાઈનનું લોડિંગ સંપૂર્ણપણે બંધ કરી સહકાર આપવાની ખાત્રી આપેલ હોવાનું પણ જાહેર કર્યું છે.

- text

મિટિંગના અંતે બન્ને સંગઠનો દ્વારા મોરબી તેમજ વાંકાનેરમાં આજથી લોડિંગ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને જ્યાં સુધી જિસકા માલ ઉસકા હમાલનો નિર્ણય ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવું મોરબી વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર અને સદામભાઈ દ્વારા જણાવવામાં આવેલ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text