નેચરલ ગેસના ભાવમાં તોળાતો રૂ.3 થી 4નો આકરો ભાવ વધારો

- text


રો-મટીરીયલ અને ટ્રાન્સપોર્ટ હડતાળ વચ્ચે મોરબી સિરામિક એકમો ઉપર વધુ એક મુશ્કેલી

મોરબી : કોરોના મહામારીની બીજી લહેર બાદ પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારાને પગલે મોરબીના સીરામીક એકમોને રો-મટિરિયલના ભાવમાં થયેલા ભાવ વધારાએ મુશ્કેલી વધારી છે. તેવા સમયે જ ગુજરાત ગેસ કંપની દ્વારા હવે નેચરલ ગેસના ભાવમાં રૂપિયા ત્રણથી ચારનો ભાવ વધારો ઝીકવા તૈયારી કરતા આવનાર દિવસોમાં સીરામીક એકમો ઉપર મોટું આર્થિક ભારણ આવશે.

ટોચના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા સીરામીક ફેકટરીઓને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં ભાવવધારો કરવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેતા ભાવ વધારો થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. અને ટૂંક સમયમાં જ રૂપિયા ત્રણથી ચાર જેટલો તોતિંગ ભાવ વધારો અમલી બનાવવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આવેલી જુદી-જુદી સીરામીક કંપનીઓ દ્વારા હાલમાં 73 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ કરવામાં આવે છે અને મહિને કરોડો રૂપિયાનું નિયમિત ચુકવણું કરવામાં આવે છે. હાલમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝને ગુજરાત ગેસ કંપની દ્વારા રૂ.36.42ના ભાવે ગેસ પૂરો પાડવામાં આવે છે. ત્યારે આ ભાવ વધારાને પગલે સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર ખુબ જ મોટું ભારણ આવે તેમ હોવાનું સ્પષ્ટ બન્યું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text