ટંકારાના પાંજરાપોળને સ્વ. વાઘજીભાઈ બોડાના પરિવાર દ્વારા રૂ. 1.11 લાખનું અનુદાન

- text


જીવદયા પ્રત્યે અપાર લાગણી ધરાવતા સ્વ. વાઘજીભાઈના પરિવારે પણ વડીલની પરંપરા જાળવી

ટંકારા : ટંકારાના સહકારી અગ્રણી સ્વ. વાઘજી બોડા અપાર જીવદયા ધરાવતા હતા. આથી, તેમના પરિવાર દ્વારા પાંજરાપોળને રૂ. 1.11 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

‘સહકાર રત્ન’ તરીકે ઓળખાતા, સામાજીક અને રાજકીય અગ્રણી, કૃભકો, નાફેડ, રા.ડી.ક્રો. બેન્ક, પૂર્વ ચેરમેન વાઘજીભાઈ રૂગનાથભાઈ બોડાનું તા. ૨૪ એપ્રિલ, 2021ના રોજ નિધન થયું હતું. તેઓ ગાય માતા સહીત અબોલ જીવો પ્રત્યે અનન્ય લાગણી સાથે કરૂણા ધરાવતા હતા. અને જીવદયાની પ્રવૃત્તિઓ કરી અન્યોને પ્રેરણા પૂરી પાડતા હતા.

ત્યારે તેઓના પરિવાર દ્વારા ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ આશ્રિત અબોલ જીવો માટે રૂ. એક લાખ અગિયાર હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમજ સંસ્થાને જરૂરીયાત પડ્યે ઘટતું કરવાની તૈયારી દર્શાવી છે. આમ, જેમ સ્વ. વાઘજીભાઈ બોડા જીવદયાની લાગણી ધરાવતા હતા, તેમ તેઓની કેડીએ ચાલી બોડા પરીવારે પણ તન-મન-ધનથી સંસ્થાને મદદરૂપ બનવાની ભાવના વ્યક્ત કરેલ છે. આ તકે ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કાર્યકરોએ સ્વ. વાઘજી બોડાના પરીવારનો આભાર વ્યક્ત કરેલ છે.

- text

- text