ટંકારાના વૃદ્ધનું પડી જતા મોત

- text


ટંકારા : ટંકારામાં રહેતા વૃદ્ધ ઘરમાં પડી જતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

ટંકારા તાલુકાના ટોળ ગામમાં રહેતા 60 વર્ષીય મશરૂભાઇ કુંભાભાઇ ફાંગલીયા ગત તા. 11 એપ્રિલના રોજ સાંજના છ વાગ્યા આસપાસ પોતાના ઘરે અજાણ્યા કારણોસર પડી ગયા હતા. આથી, તેમને માથાના ભાગે ઇજા થતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ઇમરજ્ન્સી વોર્ડમાં દાખલ કરેલ હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા. 12 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે નોંધ કરવામાં આવી છે.

- text