વાંકાનેરના હત્યા કેસમાં તમામ આરોપીઓને પકડી પાડતી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ

- text


એલસીબી અને વાંકાનેર પોલીસે રાજકોટથી તમામ આરોપીઓને ઝડપી લીધા 

કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ સકંજામાં

વાંકાનેર : ખૂન કા બદલા ખૂન ઉક્તિ મુજબ વાંકાનેર હોલ માતા મઢ નજીક બનેલા ચકચારી હત્યા કેસમા મોરબી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ગણતરીની કલાકમાં હત્યાને અંજામ આપનાર તમામ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેરના હોલ માતા મઢ નજીક રેતી ભરવા આવેલા રાહુલભાઇ રાજાભાઇ ઉર્ફે રાજુભાઇ ગોહીલ તથા તેના મિત્ર નીતીનભાઇ માધવજીભાઇ ડાભી રહે. બંન્ને રાજકોટવાળા ઉપર આરોપી એજાજ ઉર્ફે હનીફભાઇ પાયક (2) સોહીલ નુરમામદભાઇ કાબરા, નીજામ નુરમામાદ હોથી સહિતના છ શખ્સો ઇનોવા કાર તથા એકટીવામાં આવી ડમ્પર ઉભુ રખાવી ઘાતક હથિયાર વડે હુમલો કરતા રાહુલભાઈનું મોત નીપજ્યું હતું અને નીતીનભાઇ માધવજીભાઇ ડાભીને નાની મોટી ઇજાઓ થઈ હતી.

- text

હત્યાના આ બનવામાં મૃતક યુવાનના ભાઈ અંકુરભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો દાખલ કરી એક આરોપીની બપોરે ધરપકડ કરી હતી. આ ગંભીર બનાવમાં મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા પીએસઆઇ એન.બી.ડાભી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ આર.પી.જાડેજાએ જુની અદાવતના કારણે બનેલ બનાવમાં આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી તેજ બનાવી અલગ-અલગ ટીમો બનાવી રાજકોટથી એઝાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયક, સોહિલ નુરમારદભાઇ કાબરા, નિજામુદિન નુરમામદ હોથી, જુમાશા નુરશા શાહમદાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરી વિધિવત ધરપકડની તજવીજ શરૂ કરી છે.

- text