કાઉન્ટ ડાઉન તૌકતે : રાજ્યના 17 જિલ્લામાં 75 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

- text


તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 21 જિલ્લામાં વરસાદ નોંધાયો

મોરબી : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવાઝોડું ગુજરાત તરફ ધસમસતું આગળ ધપી રહ્યુ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રાજ્યના 17 જિલ્લાના 75 હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી 855 જેટલા આશ્રય સ્થાનોમાં આસરો આપવામાં આવ્યો છે અને વાવાઝોડાની અસરને પગલે 21 જિલ્લામાં વરસાદ પડ્યો છે.

તૌકતે વાવાઝોડાની અસર શરૂ થઈ જતા રાજયમાં તા.૧૬ના સવારના ૬.૦૦ કલાકથી લઈ તા. ૧૭ના સવારના ૬.૦૦ કલાક સુધીમાં ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ નોંઘાઘેલછે, તે પૈકી ૬ તાલુકામાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડામાં જાનહાની ન થાય તે માટે રાજયના કુલ-૧૭ જિલ્લાના-૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી ૭૫૪૮૫ લોકોને-૮૫૫ આશ્રય સ્થળોમાં સ્થાળાંતરીત કરવામાં આવેલ હોવાનું સતાવાર રીતે તંત્રે જાહેર કર્યું છે.

- text

વાવાઝોડાથી નુકસાનને પહોંચી વળવા માટે ૨૪૦ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ અને ૨૪૨ માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈયાર રાખવામાં આવેલ છે. વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે ૬૬૧ ટીમો તૈયાર રાખેલ છે. આરોગ્ય માટે ૩૮૮ ટીમો તથા ૩૧૯ ટીમો મહેસુલી અધિકારીઓને ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવેલ છે.

એજ રીતે વાવાઝોડાની સ્થિતિમાં રાજયમાં કોવીડની સ્થિતિની પહોંચી વળવા માટે ૧૩૮૩ પાવરબેક અપ રાખવામાં આવેલ છે.૧૬૧ ICU એમ્બ્યુલન્સ અને ૫૭૬ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઓક્સિજનજરૂરીયાત ને પહોચી વળવા માટે તથા ઓક્સિજનનનું સરળતાથી વહન થાય તે માટે ૩૫ ગ્રીન કોરીડોર બનાવવમાં આવેલ છે.

- text