વિરપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી આજથી પોણા બેએક વર્ષ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા પકડી પાડી અને ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

આજે તા. 17ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને આરોપી તથા ભોગ બનનાર બન્ને મહેન્દ્રનગર ચોકડી ખાતે ઉભેલ હોવાની બાતમી મળેલ હતી. આથી, મોરબી એલ.સી.બી. સાથે પોલીસ ટીમ બનાવી મહેન્દ્રનગર ચોકડી ખાતે તપાસ અર્થે મોકલી હતી. અને આરોપી ભરતભાઈ નવઘણભાઇ નથુભાઇ કાંજીયા (ઉ.વ. ૨૧, ધંધો મજુરી, રહે. દીઘડીયા, તા.હળવદ) તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં આવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટે બન્નેના કોરોના સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને આજથી પોણા બેએક વર્ષ પહેલા વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

- text