સાથી હાથ બઢાના : મોરબીની સિવિલમાં સામાજિક કાર્યકરો આવ્યા દર્દીઓની વ્હારે

- text


દર્દીઓના પરિવારજનોને પાણી પૂરું પાડવાની સાથે ચા-નાસ્તો પણ આપે છે

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ગરીબ દર્દીઓની સેવા કરતા સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, મુસભાઈ બ્લોચ, જગદીશભાઈ બાંભણીયા, જનકભાઈ રાજા, કમલેશભાઈ બોરીચા સહિતનાનાએ હાલ સિવિલમાં કોવિડની ભયંકર પરિસ્થિતિ વચ્ચે દર્દીઓ તથા તેમના સગાઓની મદદે ખડેપગે રહે છે અને હાલ દર્દીઓના પરિવારજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીનું પરબ શરૂ કર્યું છે. દર્દીઓના પરિવારજનોને પાણી પૂરું પાડવાની સાથે ચા-નાસ્તો પણ આપે છે.

- text

મોરબી સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓને લઈને તેમના સ્વજનો સારવાર અર્થે આવે છે. ત્યારે કોવિડની પરિસ્થિતિને ધ્યાને બપોર પછી દુકાનો બંધ થઈ જાય છે તેમજ રાત્રીના 8 પછી કરફ્યુ હોવાને કારણે એકપણ દુકાનો ખુલી હોતી નથી. આવી પરિસ્થિતિને કારણે દર્દીઓની સારવાર માટે આવતા એમના સ્વજનોને પીવાના પાણીની વ્યવસ્થાના અભાવે તેમજ ચા-નાસ્તા માટે હાલાકી ભોગવવી પડે છે. આથી, સામાજિક કાર્યકરોએ દર્દીઓના પરિવારજનોની મદદે આવીને તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પીવાના પાણીનું પરબ શરૂ કર્યું છે. આ ઉપરાંત, ચા-પાણી અને નાસ્તો પણ આપે છે. આ રીતે સામાજિક કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં જ મંડપ નાખીને દર્દીઓના સગાઓની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે.

- text