મોરબીમાં કોરોનાના હાહાકાર વચ્ચે જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ

- text


સામાન્ય પ્રજા તો ઠીક ભણેલા, ગણેલા તબીબો પણ નથી સમજતા

મોરબી: કોરોનાના કોહરામ વચ્ચે ઘણા અણસમજુ નાગરિકો બિલકુલ બેદરકારી દાખવી રહ્યા હોય એ સમજી શકાય પરંતુ તબીબો પણ બેદરકારી દાખવે અને જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરે તે કેટલા અંશે વ્યાજબી ગણાય શહેરના ગ્રીન ચોકમાં તબીબોની આવી બેદરકારી સામે આવી છે.

મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી પારેખ શેરીમાં રુગનાથજીના મંદિર પાસે કોઈ અણસમજુ નાગરિક મેડિકલ વેસ્ટ એટલે કે સોય, બાટલો અને તેની પાઇપ સહિતની કોઈ દર્દી માટે વપરાયેલી સામગ્રી જાહેર ઉકરડામાં ફેંકી ગયું હતું. આવા જાહેર ઉકરડાઓમાં ગાય સહિતના રસ્તે રઝળતા પ્રાણીઓ કચરો આરોગવા જતા હોય ત્યારે મનુષ્યની બીમારીનો ચેપ અબોલ પશુઓમાં પણ ફેલાવવાની શકયતા વધી જાય છે.

સમજુ અને શાણો નાગરિક જ્યારે બેદરકાર બની જાય છે ત્યારે તેનો ભોગ સમગ્ર જીવસુષ્ટિને બનવું પડતું હોય છે. કોઈપણ જાતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવાને બદલે આરોગ્ય શાખા દ્વારા નિર્ધારિત કરાયેલી ગાઈડલાઇન્સ પ્રમાણે જ તેનો યોગ્ય નિકાલ કરવો પ્રવર્તમાન સમયની માંગ છે. જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાવાળા અણસમજુ નાગરિકોને શામ-દામ-દંડથી સુધારવા પાલિકાએ ધ્યાન આપવું જોઈએ તેવી લોક લાગણી પ્રબળ બની છે.

- text

- text