હળવદના ચરાડવામાં સોમવારથી 10 દિવસનું આંશિક લોકડાઉન

- text


 

બપોરે બે વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર બંધ : ગ્રામ પંચાયતે કોરોના ગાઈડલાઈન જાહેર કરી

હળવદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસ ને લઇ ગ્રામ્ય વિસ્તારની પંચાયતો દ્વારા સંક્રમણ અટકે તે માટે થઈને જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતા ચરાડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા દસ દિવસનુ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે

- text

ચરાડવા ગામમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઇ ગ્રામ પંચાયત દ્વારા ૧૧ એપ્રિલ થી ૨૦ એપ્રિલ સુધી ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ તમામ રોજગાર ધંધા બંધ રાખવામાં આવશે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઈડલાઈન પણ જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રહેશે, શાકભાજી વાળા એ પણ બપોરે ૨ વાગ્યા સુધી જ માર્કેટમાં શાકભાજી વેચી શકશે તેમજ દૂધ અનાજ દળવાની ઘંટી તથા દવાની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે આંશિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ પણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સહકાર આપે.

- text