આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી મોરબીની મુલાકાતે

- text


 

મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આવશે : જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાની ગંભીર સ્થિતિની જમીની હકીકત મેળવવા આવતીકાલે શુક્રવારે સવારે 11 કલાકે હેલિકોપ્ટર મારફતે આવી રહ્યા છે અને પરશુરામ પોટરી ખાતે હેલિપેડ ઉપર ઉતરી સીધા જ કલેકટર કચેરી ખાતે જનાર હોવાની માહિતી મળી રહી છે.

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબી આવવાના છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આવે તેવા સંકેત મળતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની દોડવા લાગ્યું હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

- text

સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલે શુક્રવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે મોરબીમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા બન્ને મહાનુભાવો ઉપરાંત આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓનો કાફલો પણ મોરબીની મુલાકાત લે તેમ હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સહિતનો કાફલો મોરબીની મુલાકાત લે તેવી પ્રબળ શકયતા જોતા હાલમાં પ્રભારી સચિવ અને કલેકટર સહિતનું તંત્ર વધુ એલર્ટ બન્યું હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

- text