કોરોના માટે પોતાની રૂ.25 લાખની ગ્રાન્ટ વહીવટી તંત્રને સોંપતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- text


 

ખભાની સર્જરીને પગલે પ્રજા વચ્ચે નથી રહી શકતો તેનો મને અફસોસ : મેરજા

મોરબી : મોરબીમાં કોરોનાના કહેરને પહોંચી વળવા હજુ પણ ઘણી વ્યવસ્થાઓ ગોઠવવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાની રૂ. 25 લાખની ગ્રાન્ટ જિલ્લા વહીવટી તંત્રને કોરોના પાછળ ખર્ચવા સોપી દીધી છે.

આ અંગે વિગતો આપતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકિમ મોરબીની મુલાકાતે સમીક્ષા અર્થે આવી રહ્યા છે. તેઓએ ઉમેર્યું કે તેઓની ખભાની સર્જરી કરાવી હોવાથી તેઓને તબીબે બહાર ન નીકળવાની સલાહ આપી છે. જેથી તેઓ સ્વાસ્થ્ય તકલીફને કારણે લોકો વચ્ચે જવા અસમર્થ હોય જે વાતનો તેઓને અફસોસ છે. જો કે તેઓ ઘરે રહીને પણ સતત રાજ્ય સરકાર, ગાંધીનગરના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ અને રજૂઆતો કરતા હતાં.

- text

ધારાસભ્ય મેરજાએ જણાવ્યું કે તેઓની રૂ. 25 લાખની ગ્રાન્ટ તેઓ વહીવટી તંત્રને કોરોના માટે સોંપે છે. જેથી વહીવટી તંત્ર આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવી શકે. અંતમાં તેઓએ જણાવ્યું કે ભૂકંપ, હોનારત, અતિવૃષ્ટિ જેવી અનેક આફતો સામે લડીને ખમીરવંતુ મોરબી ફરી બેઠું થઈ ગયું છે. આમ કોરોના સામે પણ જંગ લડીને મોરબી ફરી ધમધમતું થશે.

- text