મોરબીની સાંણજા હેતલએ ફર્સ્ટ ટ્રાયલમાં પાસ કરી CA ઇન્ટરમીડીયેટની પરીક્ષા

- text


મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર અને પી. જી. પટેલ કોલેજની વિદ્યાર્થિની સાંણજા હેતલએ ફર્સ્ટ ટ્રાયલમાં CA ઇન્ટરમિડીયેટની પરિક્ષા પાસ કરી છે. CA ઇન્ટરમીડીયેટની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર વિદ્યાર્થીની સાંણજા હેતલ ખોડાભાઈને બંને સંસ્થા તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.

હેતલબેન પોતાની આ સફળતા માટે સાર્થક વિદ્યામંદિરના પાયાના શ્રેષ્ઠ શિક્ષણને તેમજ પી. જી. પટેલ કોલેજના ઈંગ્લીશ મીડિયમના ઉચ્ચત્તર અભ્યાસને શ્રેય આપે છે. આ તકે સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ અને પી. જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટે હેતલબેન તેમજ તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અને પી. જી. પટેલ કોલેજના વડા દેવકરણભાઈ આદ્રોજા તેમજ સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લએ હેતલબેનના ભવિષ્યમાં અભ્યાસને લગતી શક્ય મદદ માટે પૂરી તૈયારી દાખવી છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

- text

- text