મોરબીમાં ગુરુ નાનક જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ

- text


મોરબી : કોરોનાના કહેરને કારણે તમામ તહેવારોની ઉજવણીની પથારી ફરી ગઈ છે. તેમાંય દિવાળી પછી ફરી કોરોના સંક્રમિતોની સંખ્યા ઉત્તરોત્તર વધતા સરકાર દ્વારા અગાઉ અપાયેલી ઘણી છૂટછાટો મર્યાદિત કરી દેવામાં આવી છે. જેથી, તહેવારોની ઉજવણી ફરી ઘરમાં જ કરવી પડે તેવી નોબત આવી છે. આજે ગુરુ નાનકની 551મી જન્મજયંતિ છે.

ત્યારે મોરબીમાં ગુરુ નાનક જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાને ધ્યાને લઈને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રભાતફેરીમાં પણ માત્ર દસ લોકો જ જોડાયા હતા. કિર્તનમાં પણ બેસવાની મનાઈ કરી દેવામાં આવી હતી. લોકોને માત્ર દર્શન કરીને રવાના કરી દેવાયા હતા અને મહાપ્રસાદને રદ કરી દરેક પરિવારોને પેકેટમાં પ્રસાદનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું. આમ, મોરબીમાં ગુરુ નાનક જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી.

- text

- text