મોરબીની ઓરેવા ટાઉનશીપમાં રંગોળી દ્વારા ‘મેક ઈન ઇન્ડિયા’ અંગે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

- text


મોરબી : મોરબીમાં આજે ઓરેવા ગ્રુપના સ્થાપક જયસુખભાઈ પટેલની આગેવાનીમાં 130 જેટલા ઉદ્યોગકારોએ બોયકોટ ચાઇનાની ઝુંબેશના ભાગરૂપે મોરબીના સ્કાય મોલ પાસે ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, ચાઈનીઝ પ્રોડક્ટના વિરોધ કાર્યક્રમ અંતર્ગત ઓરેવા ટાઉનશિપમાં રંગોળી દોરવા આવી છે. આ રંગોળીમાં ‘બોયકોટ ચાઈના’ અને ‘મેક ઈન ઇન્ડિયા’ જેવા કેપશન લખવામાં આવ્યા છે. આ રીતે ઓરેવા ગ્રુપ દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટ વાપરવાના બદલે ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text