અમદાવાદથી સગીરાને ભગાડી લાવનાર મોરબીનો આરોપી ઝડપાયો

 

મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેર ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાને ભગાડી જવાના ગુનાનાં આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પો.સ્ટે વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પોલીસને એક શંકાસ્પદ ઇસમ તથા એક છોકરી મળી આવતા બન્નેને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રવુતીથી પૂછપરછ કરતા મજકુર ઇસમ છોકરીને અમદાવાદ શહેર ગોમતીપૂર વિસ્તારમાંથી ભગાડી લાવેલ હોવાનું જણાવેલ હતું. જેથી, પોલીસે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મુજબનો દાખલ થયેલ હોવાનું જાણવા મળેલ છે. જેથી, આ ગુનાનાં આરોપી કરણભાઇ સીંધાભાઇ બચુભાઇ સનુરા (ઉ.વ. 20, ધંધો મજુરી, રહે સો ઓરડી, વરીયાનગર, મોરબી) તથા ભોગ બનનારને પોલીસ સ્ટેશને લાવી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate