MCX ડેઈલી રિપોર્ટ : કોટનમાં ૧૧,૧૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૨૨૦નો ઘટાડો: એલચી, સીપીઓમાં વૃદ્ધિ

- text


સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદી, ક્રૂડ તેલના ભાવ વધ્યા: કપાસ, મેન્થા તેલના વાયદા નરમ: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૫૭૧ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૮૯,૭૮૯ સોદામાં રૂ.૧૨,૫૭૧.૧૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદી વધીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૧૧,૧૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૨૨૦નો ઘટાડો થયો હતો. કપાસ અને મેન્થા તેલના વાયદા નરમ રહ્યા હતા, જ્યારે એલચી અને સીપીઓમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી.

દરમિયાન, ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૬૬૦ના સ્તરે ખૂલી, ૧૦૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૬૦ પોઈન્ટ વધી ૧૫,૬૬૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૩૫૪ ખૂલી, ૯૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૫ પોઈન્ટ વધી ૧૨,૩૨૪ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૮૫૫૦ સોદાઓમાં રૂ.૫૮૫૨.૧૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૮૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૯૭૭ અને નીચામાં રૂ.૫૦૬૮૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૩ વધીને રૂ.૫૦૯૪૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૭૯૨ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૦૨ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૦ વધીને બંધમાં રૂ.૫૦૯૩૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૬૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૯૭૮ અને નીચામાં રૂ.૬૨૧૭૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૮ વધીને રૂ.૬૨૮૭૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૨૫૭ વધીને રૂ.૬૨૮૬૧ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૨૬૪ વધીને રૂ.૬૨૮૫૮ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૨૫૮૬ સોદાઓમાં રૂ.૨૭૪૪.૧૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૦૦૬ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૧૭ અને નીચામાં રૂ.૨૯૭૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ વધીને રૂ.૩૦૦૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૩૩૬ સોદાઓમાં કુલ રૂ.૨૩૦.૯૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૭૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૪૦ અને નીચામાં રૂ.૧૯૫૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૦ ઘટીને રૂ.૧૯૬૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૦૪.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૯૦ પૈસા વધીને બંધમાં રૂ.૮૦૫.૩ ના ભાવ હતા, જ્યારે એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૭૦ ખૂલી, અંતે રૂ.૧૯.૫ વધીને રૂ.૧૪૭૦ થયો હતો. મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૪ ખૂલી, ઊપરમાં રૂ.૯૩૮.૩ અને નીચામાં રૂ.૯૨૧.૬ રહી, અંતે રૂ.૯૨૩.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૨૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨૨.૫ અને નીચામાં રૂ.૧૧૦૬.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ ઘટીને રૂ.૧૧૦૬.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૦૭૭ સોદાઓમાં કુલ રૂ.૩૦૧૨.૮૧ કરોડ ની કીમતનાં ૫૯૨૫.૨૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૮૪૭૩ સોદાઓમાં કુલ રૂ.૨૮૩૯.૩૧ કરોડ ની કીમતનાં ૪૫૩.૧૧૧ ટન, ક્રૂડ તેલમાં ૧૭૩૧૪ સોદાઓમાં રૂ.૭૯૩.૬૫ કરોડનાં ૨૬૫૧૩૦૦ બેરલ્સ, કોટનમાં ૩૫૯ સોદાઓમાં રૂ.૨૧.૯૮ કરોડનાં ૧૧૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૭૫૫ સોદાઓમાં રૂ.૧૮૮.૩૨ કરોડનાં ૨૩૫૬૦ ટન, એલચીમાં ૧ સોદાઓમાં રૂ.૧.૪૭ લાખનાં ૦.૧ ટન, મેન્થા તેલમાં ૧૬૮ સોદાઓમાં રૂ.૧૯.૩૮ કરોડનાં ૨૦૭.૩૬ ટન, કપાસમાં ૫૩ સોદાઓમાં રૂ.૧.૨૦ કરોડનાં ૨૧૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૮૦૮.૩૨૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૧.૬૯૨ ટન, ક્રૂડ તેલમાં ૩૪૮૮ બેરલ્સ, કોટનમાં ૨૭૫૨૫ ગાંસડી, સીપીઓમાં ૭૧૯૫૦ ટન, એલચીમાં ૦.૬ ટન, મેન્થા તેલમાં ૧૫૭.૬૮ ટન અને કપાસમાં ૪૮૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૩૩.૫ અને નીચામાં રૂ.૮૩૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૧૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૬૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૫૭ અને નીચામાં રૂ.૭૪૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૧૭ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૮૨૮.૫ અને નીચામાં રૂ.૧૦૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૫૭.૫ અને નીચામાં રૂ.૧૦૦૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૯૮.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૬.૯ અને નીચામાં રૂ.૧૪૫.૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૨.૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૫.૧ અને નીચામાં રૂ.૧૫૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૩.૭ બંધ રહ્યો હતો.

- text