માળીયા તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી પટેલનો ઘોડે ચડી “વિજય કૂચ” ચૂંટણી પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યો

મોરબી : ચૂંટણી પ્રચારમાં મતદારોને આકર્ષવા ઉમેદવારો વિવિધ પ્રકારના કિમીયાઓ કરતા હોય છે ત્યારે મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર-પ્રસાર અભિયાનમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી પટેલે ઘોડે ચડીને ભારે આકર્ષણ જમાવ્યું છે.

ફોર્મ ભર્યા બાદ બન્ને મુખ્ય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો અને સ્થાનીય કે રાજયકક્ષાના નેતાઓ સાથે પ્રચારમાં ઝંપલાવ્યું છે ત્યારે, હાલ મહામારીના સમયમાં મોટી ભીડ એકત્રિત ન કરવાની ગાઈડલાઇન્સને અનુસરવું ફરજીયાત બની ગયું છે. જો કે, મતદારોને પ્રચાર સમયે રૂબરૂ મળવાનો સિરિષ્તો જાળવવો પણ જરૂરી હોય કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી પટેલ શણગારેલા ઘોડા પર સવાર થઈ ગ્રામીણ વિસ્તારોને ધમરોળી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ રાજકીય આગેવાનો મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલ સાથે “વિજય કૂચ ” ચૂંટણી પ્રચાર પ્રવાસમા કુંતાસી ગામે ઘોડે ચડતા ગ્રામીણો વગર માઈકે એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો તરફથી મળેલા વ્યાપક સમર્થનને કોંગ્રેસ તરફી મતદાનમાં ફેરવવા લલિત કગથરાએ અપીલ કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate