MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: સોનું રૂ.૨૨૭ અને ચાંદી રૂ.૬૦૭ ઘટ્યા

- text


બુલડેક્સ ફ્યુચર્સમાં ૫૧ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૦૮ પોઈન્ટની મૂવમેન્ટ: ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.૩૧ની વૃદ્ધિ: કોટન, સીપીઓમાં સુધારાનો સંચાર: કપાસ, મેન્થા તેલ નોમિનલ ઘટ્યા: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૯૧૦ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૮૫,૦૦૫ સોદાઓમાં રૂ.૧૨,૯૧૦.૦૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૭ અને ચાંદી કિલોદીઠ રૂ.૬૦૭ ઘટ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓમાં પણ સાર્વત્રિક ઘટાડો થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટ અને સીપીઓમાં સુધારાના સંચાર સામે કપાસ અને મેન્થા તેલ નોમિનલ ઘટ્યા હતા.

દરમિયાન, કીમતી ધાતુનો ઈન્ડેક્સ બુલડેક્સનો નવેબર વાયદો ૧૫,૬૮૭ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૭૩૮ અને નીચામાં ૧૫,૬૮૭ના સ્તરને સ્પર્શી ૫૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૭૭ પોઈન્ટ ઘટી ૧૫,૭૧૫ના મથાળે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બેઝ મેટલનો ઈન્ડેક્સ મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૨૮૮ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૨,૩૭૦ અને નીચામાં ૧૨,૨૬૨ના સ્તરને સ્પર્શી ૧૦૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૬૧ પોઈન્ટ ઘટી ૧૨,૨૯૪ના સ્તરે સાંજે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૯૩૫૭ સોદાઓમાં રૂ.૫૫૯૧.૭૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૧૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૧૯૯ અને નીચામાં રૂ.૫૧૦૫૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૭ ઘટીને રૂ.૫૧૧૦૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૯૮૨ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૫૩ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૫ ઘટીને બંધમાં રૂ.૫૧૦૯૮ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૧૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૨૫૦ અને નીચામાં રૂ.૬૨૭૬૬ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦૭ ઘટીને રૂ.૬૩૦૨૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૬૦૯ ઘટીને રૂ.૬૩૦૦૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૬૦૩ ઘટીને રૂ.૬૩૦૦૭ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૫૬૨૬ સોદાઓમાં રૂ.૩૧૫૯.૨૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૮૮ અને નીચામાં રૂ.૨૯૨૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧ વધીને રૂ.૨૯૮૧ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૨૧૪૧ સોદાઓમાં કુલ રૂ.૨૩૨.૪૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૮૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૭૦ અને નીચામાં રૂ.૧૯૭૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ વધીને રૂ.૧૯૮૬૦ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૯૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯.૯ વધીને બંધમાં રૂ.૭૯૯.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૧.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૩૭ અને નીચામાં રૂ.૯૨૬.૫ રહી, અંતે રૂ.૯૩૫.૮ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨૧ અને નીચામાં રૂ.૧૧૧૭ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે ૫૦ પૈસા ઘટીને રૂ.૧૧૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૪૯૭૮ સોદાઓમાં કુલ રૂ.૨૭૯૬.૬૦ કરોડ ની કીમતનાં ૫૪૭૦.૮૭૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૪૩૭૯ સોદાઓમાં કુલ રૂ.૨૭૯૫.૧૨ કરોડ ની કીમતનાં ૪૪૩.૪૮૪ ટન, ક્રૂડ તેલમાં ૧૭૫૬૧ સોદાઓમાં રૂ.૮૨૯.૩૭ કરોડનાં ૨૮૦૧૦૦૦ બેરલ્સ, કોટનમાં ૧૮૩ સોદાઓમાં રૂ.૧૧.૧૪ કરોડનાં ૫૬૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૮૮ સોદાઓમાં રૂ.૨૧૬.૦૨ કરોડનાં ૨૭૨૫૦ ટન, મેન્થા તેલમાં ૩૮ સોદાઓમાં રૂ.૪.૦૫ કરોડનાં ૪૩.૨ ટન, કપાસમાં ૩૨ સોદાઓમાં રૂ.૧.૨૩ કરોડનાં ૨૨૦ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૬૨.૩૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૩૨.૧૫૪ ટન, ક્રૂડ તેલમાં ૩૪૦૫ બેરલ્સ, કોટનમાં ૨૯૦૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૦૨૪૦ ટન, એલચીમાં ૦.૫ ટન, મેન્થા તેલમાં ૧૫૭.૬૮ ટન અને કપાસમાં ૪૬૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૭૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૮ અને નીચામાં રૂ.૯૭૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૧૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૨.૫ અને નીચામાં રૂ.૬૩૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૭૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૦૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૨ અને નીચામાં રૂ.૯૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૫૦ અને નીચામાં રૂ.૧૪૧૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૭૨.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૯.૯ અને નીચામાં રૂ.૧૪૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૫.૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૫ અને નીચામાં રૂ.૧૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૧ બંધ રહ્યો હતો.

- text