મોરબી : આંખની સરકારી હોસ્પિટલના કર્મચારીઓએ કોરોના ગાઈડલાઇન્સ અનુસરવાની લીધી પ્રતિજ્ઞા

- text


માસ્ક, સામાજિક અંતર, સાબુથી હાથ ધોવા અને સેનેટાઇઝરના અચૂક ઉપયોગ માટે શપથ લીધા 

મોરબી : કોરોના સંક્રમણ સામે સાવચેત રહી અન્યોને જાગૃત કરવા માટે ગુરુવારના રોક આંખની સરકારી હોસ્પિટલ ખાતે પ્રતિજ્ઞા લઇ તમામ કર્મચારીઓએ નિયમો પાળવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મોરબી આંખની સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ડો. સુરેશભાઈ કાલરીયાએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવાની, દરેક વ્યકિતઓ વચ્ચે ૬ ફુટનું અંતર રાખવાની, વારંવાર સાબુથી હાથ ધોઇને સેનેટાઇઝ કરવાની, આયુષની ઉપચાર પદ્ધતિ અપનાવવાની, યોગ કરવાની, પરિવારની કાળજી લેવાની પ્રતિજ્ઞામાં લેવડાવી હતી. આ પ્રતિજ્ઞા લેવાના કાર્યક્રમમાં આંખની સરકારી હોસ્પિટલના ડો. સુરેશભાઈ કાલરીયા, ડો. જે.પી.કૈલા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text