હળવદ પોલીસની વાનને આઈસરચાલકે ટક્કર મારતા અકસ્માત, PI સહીત ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

- text


ગતરાત્રે હળવદ હાઇવે પર પેટ્રોલિંગ વખતે અકસ્માત સર્જાયો

હળવદ : ગત મોડી રાત્રીના હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. અને પોલીસ જવાનો હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ મોરબી ચોકડી નજીક પોલીસની વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતના બનાવમાં પી.આઇ. સહિત ચાર પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પોલીસની વાનના ડ્રાઈવરને ફેક્ચર અને ડી સ્ટાફના જવાનને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે પી.આઇ. અને અન્ય એક પોલીસ જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના હળવદ પી.આઈ. દેકાવાડીયા તેમજ યોગેશ દાન ગઢવી, દેવુભા ઝાલા અને હુસેનભાઇ હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ મોરબી ચોકડી નજીક આઈસરચાલકે પોલીસની વાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનમાં સવાર ચાર પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

જો કે પી.આઈ. દેકાવાડીયાને અને અન્ય એક પોલીસ જવાન દેવુભાઈ ઝાલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે યોગેશદાન ગઢવીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. જ્યારે હુસેનભાઈને ફેક્ચર થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવને પગલે પોલીસ જવાનો તાત્કાલિક મોરબી ચોકડી પર દોડી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text