ગાંધી જયંતિ નિમિત્તે મોરબીની કોલેજના યુવાનોએ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

- text


મોરબી : આજે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે. ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. વર્ષ 2014માં ગાંધીજીની જન્મ જયંતિના અવસરે નરેન્દ્ર મોદીએ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ સ્વચ્છતા અભિયાને વર્તમાનમાં વિશાળ સ્વરૂપ લઇ લીધું છે. ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે મોરબીના યુવાનોએ સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે.

આજે ગાંધી જયંતિ નિમિત્તે મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કોલેજના NCCના 10-12 જેટલા વિદ્યાર્થીઓએ મળીને કોલેજના કેમ્પસને સ્વચ્છ કરી ચોખ્ખુ ચણાંક બનાવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ કચરો એકઠો કરી કચરાનો યોગ્ય નિકાલ કર્યો છે. તેમજ સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. આ તકે દેવાંગભાઈ દોશીએ યાદીમાં NCCની ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના લીધે સંક્રમણના ખતરાને ટાળવા માર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ દ્વારા સાફ-સફાઈનું કાર્ય કરવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text