લજાઇ નજીક વીજતાર તૂટીને ફેન્સિંગને અડી જવાથી મજૂર મહિલાને શોક લગતા ઘટનાસ્થળે જ મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમા વિજળીનો વાયર ખેતરની ફરતે કરેલા ફેન્સિંગ ઉપર પડ્યો હતો. આ તૂટેલો વાયરથી ખેતીકામ કરતી પરપ્રાંતીય મહિલાને શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું.

આજે તા. 28ના રોજ બપોરના 1-30 વાગ્યા આસપાસ લજાઈ ગામમાં શાન્તિલાલ પટેલના ખેતરમાં ગુડીબેન રાકેશભાઈ શિગાડ (ઉ.વ. અંદાજે 23, મૂળ રહે. મધ્યપ્રદેશ) મજૂરી કામ કરી રહી હતી. તે વખતે PGVCLનો વીજતાર તૂટતાં વાયર ખેતરની ફરતે કરેલા ફેન્સિંગ અડી જતા ગુડીબેનને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે PGVCLનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તેઓએ પોલીસને જાણ કરી હતી. હાલમાં ટંકારા પોલીસ આ બનાવ અંગે તપાસ કરી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text