ટંકારા નજીક કોલસો ભરેલ ટ્રક પલટી મારી ગયો

- text


સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહત

ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારામાં આવેલ 12 નાલા પાસે સાંજના સમયે જીજે 12એ.ટી.9239 નમ્બરનો એક ટ્રક કોલસો ભરીને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બની રોડની નીચે ઉતરી જઈ પલટી મારી ગયો હતો. ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર બનેલી ઘટનાને પગલે થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટના બાદ આસપાસ થી પસાર થતા લોકો દોડી ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાન હાનિ ન થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text