હડમતિયાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાનો ધો. 10ના પરિણામમાં દબદબો

- text


સરકારી શાળાના કથળતા શિક્ષણ વચ્ચે માતૃશ્રી એમ. એમ. ગાંધી વિધાલય ટંકારા તાલુકામા બીજા ક્રમે

ટંકારા : ટંકારા તાલુકામાં સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોના જયારે રાફડા ફાટ્યા છે ત્યારે સરકારી શાળાના કથળતા શિક્ષણ વચ્ચે ટંકારા તાલુકાના હડમતિયા ગામની ગ્રાન્ટેડ સરકારી શાળા “માતૃશ્રી એમ.એમ.ગાંધી વિધાલય” એ ટંકારા તાલુકામા SSC બોર્ડ-2020નું પરિણામ બીજા ક્રમે રહેતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. માતૃશ્રી એમ.એમ. ગાંધી વિધાલયના ટ્રસ્ટી પ્રમુખ કામરીયા પ્રભુલાલ એમ., કારોબારી ટ્રસ્ટી સદસ્યો, આચાર્ય અઘારા સાહેબ તેમજ શિક્ષકગણ દ્વારા પ્રથમ ક્રમ – કામરીયા હાર્વિ રાજેશભાઈ 93.83 PR, બીજો ક્રમ – રાણસરીયા ઉમંગી દિનેશભાઈ 89.19 PR, ત્રીજો ક્રમ – ખાખરીયા નિકુંજ પ્રવિણભાઇ 82.51 PR સાથે તાલુકા ટોપ-3 માં સ્થાન મેળવતા માતૃશ્રી એમ.એમ. ગાંધી વિધાલયને તેમજ વિધાર્થીઓને ચારો તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. આ બાળકોને પ્રોત્સાહિત કરવાના ભાગરુપે દાતાઓ તરફથી ભેટરુપે રોકડ (ઈનામ) ની પણ લાણી કરવાનું નક્કી કરાયાનું જાણવા મળેલ છે. માતૃશ્રી એમ. એમ. ગાંધી વિધાલય ગત વર્ષ 2019માં પણ ટંકારા તાલુકામાં બીજા ક્રમે રહી હતી.

- text