મોરબી પંથકમાં રાત્રીના વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો : મોટાભાગના વિસ્તારમાં વીજળી પુરવઠો ઠપ્પ

- text


ભારે પવનની આંધી સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો : માળીયા, હળવદમાં પણ તેજ પવનની આંધી

Morbi Update Breaking : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ માળીયા અને હળવદ વિસ્તારમાં રાત્રીના વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાયો હતો. આ તેજ પવનની આંધી સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો.જ્યારે ભારે પવનના પગલે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો..તેજ પવનની આંધી સાથે ધૂળની ડમરીઓ ઉડતા થોડીવાર માટે ભયાનક વાતાવરણ જોવા મળ્યું હતું.

- text

અચાનક જ વાતાવરણમાં પલટા સાથે આવેલા વાવાઝોડા જેવા તેજ પવનથી ધૂળની ડમરીઓ ઉડી હતી. અને સુસવાટા નાખતી પવનની આંધીથી થોડીવાર માટે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. મોરબી શહેરની સાથે મોરબી અને માળીયા, હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયાની ફરિયાદો ઉઠી હતી.

આ ભારે પવનથી કેટલું નુકશાન થયું છે તેની કોઈ વિગતો હજુ મળી નથી. ત્યારે આ ભારે પવન ફૂંકાયો ત્યારે મોરબી જિલ્લામાં ક્યાં શુ માહોલ હતો તે નીચે આપેલી મોરબી અપડેટના ફેસબુક પેઇજની લિંક પર ક્લિક કરી લાઈવ દરમિયાન જે તે વિસ્તારના લોકોએ કોમેન્ટમાં તેમની આજુ બાજુની વાવાઝોડાના મહોલની સ્થિતિ જણાવી છે.

https://www.facebook.com/morbiupdate/videos/180835649989884/

- text