ટંકારામાં પુત્રના મોબાઈલ નંબર ન આપવા મામલે પિતાને માર માર્યો

- text


ત્રણ શખ્સ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારાના ટોળ ગામે પુત્રના મોબાઈલ નંબર નહિ આપનાર પિતાને ત્રણ શખ્સે માર મારી જનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી રાજાભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ. ૬૦, રહે. અમરાપર ગામ, તા.ટંકારા) વાળાએ આરોપીઓ યાસીમ શીલુભાઇ સંધી, શસલુભાઇ સંધી, અમઝદ ઇકબાલભાઇ (રહે બધા ટોળ, તા- ટંકારા) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા-૨૨ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે ટોળ ગામે ફરીયાદીના ઘર પાસે બનેલા બનાવમાં ફરીયાદી તથા સાહેદો પોતાના ઘરે હાજર હોય તે વખતે આરોપીઓ લાકડીઓ લઇને ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીને ઘરની બહાર બોલાવી અને ફરીયાદીના દિકરાના મોબાઇલ નંબર માંગતા ફરીયાદીએ નહી હોવાનુ જણાવતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જમણા ગાલે બે લાફા મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text