મોરબી : રહેણાંક મકાનમાં પાન-માવા ,તમાકુંનો જથ્થો રાખીને વેચાણ કરતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : રહેણાંક મકાનમાં પાન-માવા ,તમાકુંનો જથ્થો રાખીને વેચાણ કરતો શખ્સ ઝડપાયો

પોલીસે પાન-માવા ,તમાકું ,ગુટખા ,સિગારેટ સહિત કુલ રૂ.82770 નો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી : ગ્રીન ઝોન જાહેર થયેલા મોરબી જિલ્લામાં લોકડાઉન-3 માં પણ પાન, માવા,ગુટખા ,સિગારેટ ,તમાકુ સહિતની ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં છાનેખૂણે કેટલાક શખ્સો કાળા બજારમાં વેચી રહ્યા હોવાથી પોલીસે પણ ઘોસ વધારી દીધી છે દરમિયાન એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં પાન, માવા,ગુટખા ,સિગારેટ ,તમાકુ સહિતની ચીજોનો જથ્થો રાખીને વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો હતો.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ શહેરમાં પ્રતિબંધિત પાન,માવા,ગુટખા ,સિગારેટ ,તમાકુ સહિતની ચીજોના વેચાણ ઉપર અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી ,પીએસઆઇ વી.કે.ગોંડલિયા તથા સ્ટાફ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે દરમિયાન સ્ટાફના પો.કોન્સ. ચતુરભાઈ પરમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે ,મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 2 માં રહેતા અનિલભાઈ વશરામભાઈ ભદ્રા પોતાના મકાનમાં પાન,માવા,ગુટખા ,સિગારેટ ,તમાકુ સહિતની ચીજોનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે.આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરીને આ શખ્સને પાન-માવા ,તમાકું ,ગુટખા ,સિગારેટ સહિત કુલ રૂ.82770 નો મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text