મોરબીમાં બુધવારે વધુ 24 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

- text


મોરબીમાં બુધવારે વધુ 24 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

કોરોનાના શંકાસ્પદ લક્ષણો વારા 4 અને અન્ય બીમારી વાળા 20 લોકોના સેમ્પલ લેવાયા : કાલે રિપોર્ટ આવશે

મોરબી : મોરબીમાં આજે બુધવારે કુલ 24 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. જેમાં 4 શંકાસ્પદ લક્ષણો વારા અને 20 અન્ય બીમારી વાળા લોકોનો સમાવેશ થાય છે.

- text

મોરબી જિલ્લાના કુલ 24 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા મોરબીની આયુષ હોસ્પિટલમાં મહેન્દ્ર નગરના 54 વર્ષના પુરુષ, ક્રિષ્ના હોસ્પિટલમાં મોરબી શહેરમાં રહેતા 72 વર્ષના મહિલા તેમજ રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લજાઈના 5 મહિનાના બાળક અને મોરબી શહેરના 6 મહિનાના બાળક સહિત ચાર લોકોનો સમાવેશ થાય છે. જ્યારે સ્ક્રીનીંગ સેમ્પલના રૂપમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી 9 અને ક્રિષ્ના હોસ્પિટલમાંથી 11 લોકો સહિત કુલ 24 લોકોના આજે સેમ્પલ લેવાયા છે. જેમનો રિપોર્ટ કાલે ગુરુવારે સાંજ સુધીમાં આવશે.

- text