ડો.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે ગરીબ દર્દીઓને 14 દિવસની વિનામૂલ્યે સારવાર અપાશે

- text


 

મોરબીના ધારાસભ્ય મેરજાના સદગત પુત્રની પુણ્યતિથિ નિમિતે સેવાયજ્ઞનું આયોજન

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડો.પ્રશાંત મેરજાનું 23 વર્ષની ઉંમરે 12 વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આથી સ્વ ,પ્રશાંત મેરજાના માનવ સેવાના સંકલ્પને મેરજા પરિવાર દ્વારા સકાર કરીને પ્રતિ વર્ષ પુત્રની પુણ્યતિથિએ સર્વ રોગ નિદાન કેમ્પ યોજીને ખાસ નિષ્ણાત ડોકટરોની મદદથી વિનામૂલ્યે નિદાન સારવાર સહિતના માનવ સેવાના કાર્યો કરીને દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે.

- text

દરમિયાન ડો.પ્રશાંત મેરજાની આવતીકાલે તા.19 એપ્રિલે 12 મી પુણ્યતિથિ છે.પણ હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન લાગુ થયું હોવાથી લોકડાઉનમાં મેડિકલ કેમ્પ કરવો હિતાવહ નથી.તેથી ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના પરિવારજનો દ્વારા ગરીબ દર્દીઓને તા.19 એપ્રિલથી ડો.પ્રશાંત મેરજાના જન્મ દિવસ 2 મેં સુધી એટલે કે 14 દિવસ સુધી ડો.ભાવિન ગામી ,સંજીવની હોસ્પિટલમાં ક્રિષ્ના હોસ્પિટલ સામે શનાળા રોડ મોરબી ખાતે સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન જરૂરી નિદાન,સારવાર અને દવા આપવામાં આવશે.ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન વચ્ચે પણ ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આ મેડિકલ સેવાનો લાભ આપશે.જેનો લાભ લેવા માટે ગરીબ દર્દીઓએ સંજીવની હોસ્પિટલનો સંપર્ક સાધવાની અપીલ કરાઈ છે.

- text