મોરબીથી રાજસ્થાન 102 શ્રમિકોને છુપાવીને લઇ જતું ટ્રેલર બનાસકાંઠા બોર્ડરેથી ઝડપાયું!

- text


 

મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને ભારતમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરેલ છે. મોરબીમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આથી, મોરબીમાં લોકોની બીનજરૂરી અવર-જવર અટકાવવી ખુબ આવશ્યક છે. ત્યારે ટ્રેલરમાં મોરબીથી રાજસ્થાન શ્રમિકોને છુપાવીને લઇ જવાના ષડ્યંત્રનો પર્દાફાશ થતા મોરબીમાં ચકચાર મચી ગઈ છે.

- text

પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા-અમીરગઢ પોલીસે બોર્ડર પરથી રાજસ્થાનમાં પ્રવેશ કરવાની પેરવી કરવા લોકોને પકડી પાડ્યા હતા. ટ્રેલરમાં 81 લોકો અને 21 બાળકો સહિતના શ્રમિક પરિવારોને છુપાવીને મોરબીથી રાજસ્થાન લઇ જવામાં આવી રહ્યા હતા. જોકે બોર્ડર પોલીસે ષડ્યંત્રનો પર્દાફાશ કરતા ડ્રાઈવર અને ક્લીનર ટ્રેલર મૂકી ફરાર થયા છે તો મજુરોને ગેરકાયદેસર ભરીને લઇ જનાર ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઝડપાયેલા 102 લોકોને અંબાજી શેલ્ટર હોમમાં કોરોનટાઈલ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે.

- text