NTEF દ્વારા મોરબીમાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ તથા દવાનું વિતરણ કરાયું

- text


મોરબી : તા. 31 માર્ચના રોજ NTEF (નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલીમેશન પ્રોગ્રામ) દ્વારા મોરબી શહેરમાં પછાત વિસ્તારમાં રહેતા કુલ 27 લોકોને ન્યુટ્રીશીયન કીટ તથા 15 દિવસ ચાલે તેટલી ટીબીની દવા ઘરે જઈને આપવામાં આવી હતી. આ ન્યુટ્રીશન કિટમાં 1 કીલો ચણા, 1 કિલો મગ તથા 1 કિલો ગોળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિતરણ સિવિલ હોસ્પિટલના ટીબી સુપરવાઇઝર નિખિલભાઇ ગોસાઈ તથા કલ્પેશ પાટડીયા, એસ.ટી.એસ.ના અંકિત પરમાર, ડી.પી.સી.ના પિયુષભાઈ જોશી તથા પી.એમ.ડબલ્યુ.ના ધર્મેન્દ્રભાઈ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text