મોરબીની 22 રાશન ડિપો પર નગરપાલિકાનો સ્ટાફ પણ મુકાયો

- text


મોરબી : પહેલી એપ્રિલથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી રેશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રેશનકાર્ડ ધારકો માટે સરકારની જાહેરાતને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. જે થોડે ઘણે સ્પષ્ટ બની છે. જો કે અમુક રાશનની દુકાનો પર તંત્રની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું સામે આવતા મોરબી પાલિકાએ પોતાનો સ્ટાફ હવે મેદાને ઉતાર્યો છે.

- text

મામલતદાર રૂપાપરાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરનું આ બાબતે ધ્યાન દોરીને મોરબીની તમામ 22 દુકાનો પર પાલિકાનો સ્ટાફ ફાળવવા જણાવ્યું હતું. આથી આજે બપોર બાદથી જ પાલિકાના ઓફીસ સ્ટાફના 22 લોકોને રાશનની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રાશનની દુકાનો પર શિક્ષકો અને હોમગાર્ડની સેવા અગાઉથી જ લેવામાં આવી રહી છે. ત્યારે હવે પાલિકાનો 22નો સ્ટાફ પણ તેઓ સાથે જોડાશે.

- text