મોરબી જિલ્લામાં લોકડાઉન દરમિયાન ગરીબોની જઠરાગ્નિ ઠારતી સેવાભાવી સંસ્થાઓ

- text


મોરબી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. જેના ગઈકાલે પાંચ દિવસ પૂરા થયા છે. આ પાંચ દિવસોમાં ‘જનસેવા એ જ પ્રભુસેવા’ સૂત્ર અપનાવીને અનેક સેવાભાવી સંસ્થાઓ તથા પરોપકારી લોકો ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે આગળ આવી છે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, જલારામ પ્રાર્થના મંદિર, માનવ સેવા ટ્રસ્ટ, યુવા આર્મી ગ્રુપ, સબજેલ, પોલીસ તંત્ર, ભાજપ સહિતની સંસ્થાઓ તથા આગેવાનો જરુરીયાતમંદોની સેવા કરવા માટે ખડેપગે સરાહનીય કાર્ય કરી રહ્યા છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દ્વારા આજે આશરે 400 જેટલી કીટોનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું. જે મળીને અત્યાર સુધી આશરે 3500 જેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. અને લોકડાઉન સુધી આ વિતરણ ચાલુ રહેશે. તેમજ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તંત્રની સુચનાથી મોર્ડન હોલ ખાતે આશરો આપવામાં આવેલ પરપ્રાંતિયોના બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદો માટે સાંજના સમયે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જલારામ મંદિર દ્વારા દરરોજ 2 હજાર લોકોને બપોર અને સાંજે જમવાનું પોહચડવામાં આવી રહ્યું છે.

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને પૌઆ-બટેટાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી સબ જેલ અધિક્ષક એેલ.વી.પરમાર તથા સર્વે જેલ પોલીસ સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદોને પુલાવ, બુંદી, ગાઠીયા, બિસ્કીટ તેમજ પાણીની બોટલ જેવી વસ્તુનું ૫૦૦ લોકોને વિતરણ કરવામાં આવેલ છે. વધુમાં, મોરબી ભાજપ પરિવારના આગેવાનો તરફથી 2000 જેટલા માસ્કનું વિતરણ લોકડાઉન વચ્ચે ખડેપગે રહેતા પોલીસકર્મીઓને કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા ભાજપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ પણ વિતરણ કરવામાં આવી રહી છે.

મોરબીના માનવ સેવા ગ્રુપ દ્વારા ફૂડ સેફ્ટીના કાયદા મુજબ લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન સાથે લોકડાઉનના 21 દિવસ સુધી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં મોરબીના જરૂરિયાત મંદ પરિવાર રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસતા તેમજ એકલવાયુ જીવન જીવતા અંદાજે એકવીસ સો લોકોને દરરોજ ગરમાગરમ ભોજન નિશુલ્ક વ્યવસ્થા કરી તેમના ઘર સુધી જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. એમાંથી પગપાળા જઈ રહેલા શ્રમિકો માટે અંદાજે 700 લોકોનું નિશુલ્ક સુકો નાસ્તો તથા જરૂરી રાસન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં વિનામૂલ્યે કાપડના કુલ 5000 માસ્કનું વિતરણ કરવામાં આવશે.

ચકિયા હનુમાન યુવા મીત્ર મંડળ દ્વારા જરૂરીયાતમંદ પરીવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ગઈકાલે શનિવાર હોવાથી હનુમાનજીની પ્રસાદીરૂપે 150થી વધારે પરીવારોને ગુલાબ જાંબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લાઇન્સ ક્લબ મોરબી સિટી દ્વારા આરોગ્ય શાખા – મોરબીના બાવરવા સાહેબને મળીને ટોટલ 5000 માસ્ક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે પૈકી ગઈકાલે 1000 માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. અને મેટ્રો ગ્રુપ દ્વારા મજૂરોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સામાજીક કાર્યકર જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ પરસોત્તમભાઈ વરાણીયા, વનરાજસિંહ જાડેજા, જીતેનભાઈ મકવાણા, દિલીપભાઈ મકવાણા, અજયભાઈ ગૌતમભાઈ એ સમગ્ર ટીમ સાથે મોરબીના સામા કાઠા વિસ્તારમાં ગરીબોને ભોજન કરાવેલ હતું. તેમજ જાગૃત નાગરિક જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા જરૂરિયાતમંદ 11 ભૂદેવોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લાના માળીયા પો.સ્ટે. દ્રારા દેવ સોલ્ટ માળીયાના સહયોગથી માળીયા ટાઉનમાં રહેતા અપંગ વ્યકિતઓ, વૃધ્ધ વ્યકિતઓ, સફાઇ કામદારો તથા અંધ વ્યકિતઓ તથા એકલવાયું જીવન જીવતા વૃધ્ધ માણસોને કે જેઓનો કોઇ આશરો નથી તેવા વ્યકિતઓને 10 દિવસ સુધી ચાલે તેટલી રાશનની કીટ કે જેમાં તેલ, મસાલો, શાકભાજી તથા જીવન જરૂરીયાત વસ્તુઓનો સમાવેશ થાય છે. તેવી વસ્તુઓની કીટ બનાવી તેઓને વિતરણ કરવામાં આવેલ છે. આમ માળીયા પોલીસ દ્વારા માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.

માળિયાના નાનાભેલા ગામે કાવર પરિવાર અને બજરંગ કિરાણા સ્ટોરના સહયોગથી ગામના ઘરે-ઘરે માસ્કનુ વિતરણ કરાયુ હતું. તેમજ ધરમપુર યુવા ગ્રુપ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ તથા સફાઈ કામદારો તેમજ મજૂરવર્ગને પાણી, ચા, સરબત તથા લસ્સીનું વિતરણ કરવામાં આવેલ છે. તથા ઘૂંટુ ગામના વિનોદભાઇ સંતોકી, મિલન સોરીયા, જયેશ પરેચા, સૌલેશભાઇ ધોરીયાણી, કારૂ કૈલા, કાન્તિલાલ પટેલ, સંજય પ્રજાપતિ સહિતના ગ્રામજનો દ્વારા ગરીબોને ફુડ પેકેટ તેમજ મસ્કનું વિતરણ કરવામા આવ્યું હતું.

મોરબી જિલ્લા પેન્શનર મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 21 હજાર આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આથી મનના કોઇ પણ સભ્ય એક દિવસનો પગાર તેમાં આપવો હોય તો તારીખ 15 એપ્રિલના રોજ પેન્શનર ઓફિસે જમા કરાવી શકે છે. તેમજ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે શ્રી રામ ગ્રુપ દ્વારા ગાયોને ઘાસચારો નાખવાની પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.)ના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપી હતી. તેમજ પશુ-પંખીઓને પણ ખોરાક પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી માનવધર્મ દીપાવ્યો હતો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text