મોરબી ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા કોરોના પ્રતિરોધક હોમિયોપેથીક ગોળીનું વિતરણ

- text


હોમીયોપેથીક ગોળીનું વિતરણનો આશરે 15 હજાર લોકોએ લાભ લીધો

મોરબી : કોરોના વાયરસ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે મોરબીમાં ઇન્ડિયન લયન્સ કલબ દ્વારા આજે રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર ખાતે કોરોના પ્રતિરોધક ઉકાળા માટે ખાસ હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાનો ડર લોકોમાં એટલી હદે પેસી ગયો છે કે એનાથી બચવા માટે રક્ષણ આપતી આ હોમીઓપેથિક ગોળીનો લાભ લેવા લોકોએ રીતસર પડાપડી કરી હતી અને સવારથી લોકોએ લાંબી લાંબી લાઈનો લગાવી હતી. અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ઉકાળા માટેની ખાસ હોમીઓપેથી ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી અત્યાર સુધીમાં આશરે 15 હજાર જેટલા લોકોએ હોમિયોપેથીક ગોળીઓના વિતરણનો લાભ લીધો હતો. અને હજુ આ ગોળીનું વિતરણ ચાલુ છે અને આગામી સમયમાં પણ અન્ય બીજી જગ્યાએ આ ગોળીનું વિતરણ કરાશે તેમ આ સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ દોશી સાહિતનાએ જણાવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવામાં ઇન્ડિયન લાયન્સ કલબના હોદેદારો સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સી.એલ.વારેવડીયાએ લોકોને કોરોનાથી ગભરાવવાની જરૂર નથી અને સાવચેતીના પગલાં લેવાનું સમજાવ્યું હતું. તેમજ પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને નરસંગ ટેકરી મંદિરના ટ્રસ્ટીઓએ પણ હાજર રહીને કોરોના અંગે લોકોને વિસ્તૃત સમજણ પુરી પાડી હતી.

- text